osaad dhundhii lejo bhaii - Pad | RekhtaGujarati

ઓસડ ઢૂંઢી લેજો ભાઈ

osaad dhundhii lejo bhaii

બડાસાહેબ ચિશ્તી બડાસાહેબ ચિશ્તી
ઓસડ ઢૂંઢી લેજો ભાઈ
બડાસાહેબ ચિશ્તી

ઓસડ ઢૂંઢી લેજો ભાઈ, તારું ઓસડ ઢૂંઢી લેજો ભાઈ.

ભલા ભલા ધનેતર વૈદ કહેવાયે, વિખનું જોર મટાવે રે, બાવા વિખનું,

સાહેબ નામ કી ખબર ના જાણી, તો ઓસડ કહાં સે પાવે રે... તારું ઓસડ૦

મોટા મોટા મુનિજન ખાખ લગાવે, ઘરોઘર અલખ જગાવે રે, બાવા ઘરોઘર,

સાહેબ નામ તો રહે ગયા ન્યારા, તો ઓસડ કહાં સે પાવે રે... તારું ઓસડ૦

રે ઓસડ તારા ઘટમાં બિરાજે, બહાર ઢૂંઢે કહાં સે પાવે રે, બાવા બહાર,

કહે ‘બડા’ ગુરુજ્ઞાનથી પાવે, અંધા બહાર કહાં જાવે રે... તારું ઓસડ૦

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય : ઓક્ટોબર ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 657)
  • સંપાદક : મટુભાઈ કાંટાવાળા