jhiinii maalaanaa motii jhiinaan motii - Pad | RekhtaGujarati

ઝીણી માળાનાં મોતી ઝીણાં મોતી

jhiinii maalaanaa motii jhiinaan motii

બાલકસાહેબ બાલકસાહેબ
ઝીણી માળાનાં મોતી ઝીણાં મોતી
બાલકસાહેબ

ઝીણી માળાનાં ઝીણાં મોતી, પ્રેમની દોરીએ હાર પરોતી રે,

સંતો ભાઈ, ઝીણી માળાનાં ઝીણાં છે મોતી.

એરે બંગલા પર ધજા ફરૂકે જીરે,

ધજાનું નામ છે ચોટી... સંતો ભાઈ, ઝીણી માળાનાં૦

ઈરે મોતી ભાઈ કોક નારને મળશે,

થાશે ગોવિંદ કેરી ગોપી... સંતો ભાઈ, ઝીણી માળાનાં૦

નથુરામ ચરણે બોલ્યા ‘બાળક’ સાહેબ,

દશમા દુવારે જઈ સુરતા પ્હોંચી... સંતો ભાઈ, ઝીણી માળાનાં૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે