ek niranjan naam ja saathe - Pad | RekhtaGujarati

એક નિરંજન નામ જ સાથે

ek niranjan naam ja saathe

ભાણસાહેબ ભાણસાહેબ
એક નિરંજન નામ જ સાથે
ભાણસાહેબ

એક નિરંજન નામ સાથે, મન બાંધ્યો હૈ મારો,

ગુરુ પ્રતાપ સાધુ કી સંગત, આયો ભવનો આરો.

કૂડે કપટે કોઈ નવ રાચો, સતનો મારગ ચાયો,

ગુરુને વચને જ્ઞાન કથીને, નિત ગંગામાં નાયો... એક૦

ઘટ પ્રકાશા ગુરુગમ લાધી, આયો ચોરાશીનો છેડો,

જે દેવને દૂર દેખતાં, નજરે ભાળ્યો નેડો... એક૦

અનંત ક્રોડ અવનિમાં આતમ, જુક્તિ કરીને જાણો,

ભ્રમિત ભ્રમણા ભવની ભાંગી, શિવે જીવ સમાણો... એક૦

જળ ઝાંઝવામાં કોઈ ભૂલો, જૂઠો જગત સંસારો,

‘ભાણ’ કહે ભગવતને ભજીએ, જેનો સકલ ભુવન પસારો... એક૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ