kaachii raam kone ghadii taarii kaayaa - Pad | RekhtaGujarati

કાચી રામ કોણે ઘડી તારી કાયા

kaachii raam kone ghadii taarii kaayaa

લીરલબાઈ લીરલબાઈ
કાચી રામ કોણે ઘડી તારી કાયા
લીરલબાઈ

કાચી રામ કોણે ઘડી તારી કાયા?

ઘટડામાં ચાંદો ને ઘટડામાં સૂરજ,

ઘટડામાં નવલખ તારા...

ઘટડામાં એરણ ઘટડામાં ધમણ

ઘટડામાં ઘાટ ઘડાયો,

ઘટડામાં આંબો ને ઘટડામાં કેરી

ઘટડામાં વેડન વારો...

ઘટડામાં વાડ ને ઘટડામાં ક્યારો

ઘટડામાં પવન ને પાણી,

ઘટડામાં તાળું ને ઘટડામાં કૂંચી

ઘટડામાં ખોલન હારો...

ઘટડામાં ગંગા ને ઘટડામાં જમના

ઘટડામાં તીરથ નાહ્યા,

ગુરુને વચને બોલ્યાં 'નીરલબાઈ’

સાચા શબ્દ લાગ્યા પ્યારા...

કાચી રામ કોણે ઘડી તારી કાયા?

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ