પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?
pankhino melo bhelo rahe kem bhai?
કેશવરામ હરિરામ ભટ્ટ
Keshavram Hariram Bhatt
કેશવરામ હરિરામ ભટ્ટ
Keshavram Hariram Bhatt
પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?
કોઈ ક્યાંહિથી કોઈ કયાંહિથી આવે એમ તણાઇ — પંખીo
તૂટે સાથ સર્વનો જ્યારે ખરચી જાય ખવાઈ;
કોણ સદૈવ રહે છે સાથે, પ્યારામાં પથરાઈ — પંખીo
દૂર રહીને દોરી ખેંચે, કૂડો કાળ કસાઈ;
જૂદું જૂદું સહુને જાવું, ધાર વિના ઘસડાઈ — પંખીo
કોના સુત દારા ને સેવક, કોના બાંધવ બાઈ;
જુઠી માયા જુઠી કાયા, જુઠી સર્વ સગાઈ — પંખીo
સ્નેહ અને સંબંધ રડાવે, અંતરમાં અથડાઈ;
શોક તજો શાન્ત રહો શાણા, કેશવ હરિ ગુણ ગાઈ — પંખીo
pankhino melo bhelo rahe kem bhai?
koi kyanhithi koi kayanhithi aawe em tanai — pankhio
tute sath sarwno jyare kharchi jay khawai;
kon sadaiw rahe chhe sathe, pyaraman pathrai — pankhio
door rahine dori khenche, kuDo kal kasai;
judun judun sahune jawun, dhaar wina ghasDai — pankhio
kona sut dara ne sewak, kona bandhaw bai;
juthi maya juthi kaya, juthi sarw sagai — pankhio
sneh ane sambandh raDawe, antarman athDai;
shok tajo shant raho shana, keshaw hari gun gai — pankhio

સ્રોત
- પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- વર્ષ : 1920
- આવૃત્તિ : 2