स्तवन
stavan
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન?
આભ વિના પંખી નવ જીવિ શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું? અદીઠ આરંપાર!
આશા મોટી તાહારી મુજનિ જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો તોય કશો હદબાર,
મુખનું મહોરું હઠાવી મોહન દિયો દરસ દરબાર!
ક્ષણુ એક તારા વિના ન ચાલે, અકળવિકળ તુજ ફંદ.
પલપલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ?



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 45)
- સર્જક : લાભશંકર ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005