surat shaherthi re mein to - Lokgeeto | RekhtaGujarati

સુરત શહેરથી રે મેં તો

surat shaherthi re mein to

સુરત શહેરથી રે મેં તો

સુરત શહેરથી રે મેં તો ઘૂઘરો મંગાવ્યો,

ઘમ્મર ઘૂઘરો વાગે!

મારો ઘુઘરો રે કમળાને ટાંટીએ બાંધ્યો,

ઘમ્મર ઘૂઘરો વાગે!

મારે આંગણે રે કમળા વાંકી વાંકી નાચે,

ઘમ્મર ઘૂઘરો વાગે!

મારે ઘૂઘરો રે ગોવિંદભાઈને કેડે બંધાવો.

ઘમ્મર ઘૂઘરો વાગે!

મારે આંગણે ગોવિંદ છાશને રાબડી માંગો,

ઘમ્મર ઘૂઘરો રે

મારો ઘૂઘરો રે પાર્વતીને ગળે બંધાવો,

ઘમ્મર ઘૂઘરો વાગે!

મારે આંગળે રે પાર્વતી સૂકો રોટલો માગે,

ઘમ્મર ઘૂઘરો વાગે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963