somware shamaliyo sidhawya re - Lokgeeto | RekhtaGujarati

સોમવારે શામળિયો સીધાવ્યા રે

somware shamaliyo sidhawya re

સોમવારે શામળિયો સીધાવ્યા રે

સોમવારે શામળિયો સીધાવ્યા રે!

ગોકુળ મેલી મથુરામાં આવ્યા રે.....કહેજો શ્રીકૃષ્ણજી કેમ ના’વ્યા રે.

મંગળે મે’રે કરોને મોરારી રે!

હુંતો દાસી છું પ્રભો તમારી રે!

પ્રભુ બળતામાં શીદને ખોવારી.....કહેજો શ્રીકૃષ્ણજી.!

બુધવારે બેસી શું રહ્યા છે?

અક્રુરની સંગાથે શું ગયા રે?

દીનાનાથ નમેરા શું થયા છે.....કહેજો શ્રીકૃષ્ણજી.!

બૃહસ્તપોત અનર તણો છે સ્વામી રે!

હવે આમાં કશી નથી રહી ખામી રે.....!

પધારોને અંતર તણા હો જામી.....કહેજો શ્રીકૃષ્ણજી.!

શુકરવારે તે સર્વે સંસારી રે!

હવે લજ્જા જશે રે તમારી રે!

મેંણા બોલે બ્રજની નારી રે.....કહેજો શ્રીકૃષ્ણજી!

શનિવારે તે સાન કરીને રે!

કોઈ તેડી લાવોને હરીને રે!

હવે નઈં રે જાવાં દઉં ફરીને રે.....કહેજો શ્રીકૃષ્ણજી.!

દીતવારે હરિ ઘેર આવ્યા રે!

સૌ લોકો વધામણી લાવ્યા રે!

માતા જશોદાજીએ વધાવ્યા.....કહેજો શ્રીકૃષ્ણજી.!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963