mari sagi nanandna wira - Lokgeeto | RekhtaGujarati

મારી સગી નણંદના વીરા

mari sagi nanandna wira

મારી સગી નણંદના વીરા

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,

રૂમાલ મારો લેતા જજો, કે દલ દેતા જજો,

સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

લીલી ઘોડીના અસ્વાર કે રૂમાલ મારો લેતા જજો.

લેતા જજો, કે દલ તમારૂં દેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,

મેડી મોલાતું માણસું, કે રૂમાલ મારો લેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો.

તને પીરસુ સાકરીઓ કંસાર દઈશ, રૂમાલ મારો લેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

નાવણ આલીશ કુંડીયું, રૂમાલ મારો લેતા જજો,

ઝીલણીઆ તળાવ જાઈશું, રૂમાલ મારો લેતા જજો.

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963