lila chanani chanothDine - Lokgeeto | RekhtaGujarati

લીલા ચણાની ચણોઠડીને

lila chanani chanothDine

લીલા ચણાની ચણોઠડીને

લીલા ચણાની ચણોઠડીને ઝાંઝરનો ઝમકાર!

માન સરોવર ઝીલવા ગયાંતા દડવાની દાતાર!

આંધળે રે આંધળે રે રોક્યા આયના રથ!

આંધળાને આંખ આપો, મા દડવાની દાતાર!

પાંગરે રે પાંગરે રોક્યા આયના રથ!

પાંગરાને પગ આપો, મા દડવાની દાતાર.

વાંઝીયે રે વાંઝીયે રે રોક્યા આયના રથ!

વાંઝીયાને પુતર આપો, મા દડવાની દાતાર.

નીરધનિયાને નીરધનિયારે રોક્યા આયના રથ!

નીરધનિયાને ધન આપો મા, દડવાની દાતાર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963