hansla halo halo - Lokgeeto | RekhtaGujarati

હંસલા હાલો હાલો

hansla halo halo

હંસલા હાલો હાલો

હંસલા હાલો હાલો સતગુરૂના દેશમાં,

ત્યાં સરવે દુ:ખ મટી જાય.

હંસલા પિયો રે પિયાલો ગુરૂના નામનો.

હંસલા ઊંચી રે મેડી તારી ઊજળી,

ત્યાં તો હલકે હીંડોળા ખાટ,

હંસલા, પિયો રે પિયાલો ગુરૂના નામનો.

હંસલા નદી કંડાણાનાં રુખડાં,

પરમારથ કરનાર કોણ હોય?

તેમણે સેવ્યાં સમૂળાં ઝાડ,

હંસલા હાલો હાલો સતગુરૂના દેશમાં.

હંસલા દેવે રે ડુંગરપરી બોલિયાં,

મારા સાધુ અમરાપર હોય!

એક ચાળીશ તો દાડિયા લાવ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963