angrej - Lokgeeto | RekhtaGujarati

અંગ્રેજ

angrej

અંગ્રેજ

અંગરેજ ટોપીવાળો મોરી જાન,

અંગરેજ ટોપીવાળા, તારું પળધન વાગે.

તાંથી ’લા અંગરેજ વાંણ પર ચઢીઓ,

જઈ ચઈડો મેંમઈ મંદિર, મોરી જાન,

મેંમઈ તે શેર’મેં રૂપયે તે વાટકી વેચાય—અંગરેજ.

તાંથી ’લા અંગરેજ વાંણ પર ચઢીઓ,

જઈ ચઈડો ભરૂચ મંદિર, મોરી જાન,

ભરૂચ શે’રમેં હિંદુમુસલમાંન ગય દૂધાં ખાય;

અંગરેજ ખાય છે માંય—અંગરેજ.

તાંથી ’લા અંગરેજ વાંણ પર ચઢીઓ

જઈ રૈ’યો વળોદંરા શે’ર મોરી જાન;

વળોદરા શે’રમેં તોપો સીંકે ચે.

તોપો સીંકે છે ને ઝંઝીળા વીણે છે;

બંધુકોની થાય ધમરોણ—અંગરેજ.

તાંથી ’લા અંગરેજ વાંણ પર ચઢીઓ

આવી રૈયો ડભોય મંદિર, મોરી જાન;

ડભોય તે ગામનો હીરો ભોવાયો

તેને તે ગરબો જોડેલો મોરી જાન—અંગરેજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 238)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966