Hamna Haji Malya Ane Haiyya Sudhi Gaya - Ghazals | RekhtaGujarati

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં

Hamna Haji Malya Ane Haiyya Sudhi Gaya

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં
હરીન્દ્ર દવે

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,

તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં?

શબ્દોથી શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,

સંકેત આપણા જો જમાના સુધી ગયા.

જેણે વમળમાં ધીર ધરી’તી પ્રેમીઓ

ક્હે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.

આંખોનું તેજ, વાળની ખુશ્બુ, અધરનો રંગ,

વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.

સાવ અજાણ્યા એક વખત જે હતાં, હવે

જ્યાં કોઈના ચરણ હતા, ત્યાં સુધી ગયાં.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ