સૂતાં પહેલાં અંતરાત્માની પૂછપરછ
Suta Pahela Antaratmani Puchhparachha
ડાન પાગીસ
Dan Pagis
ડાન પાગીસ
Dan Pagis
ડ્રાઇવરને તો ખ્યાલ પણ નહીં કે
એ પંખીની ઉપરથી ગાડી ચલાવી ગયો.
અચાનક એને એક નામ હતું, એક સરનામું,
અને એની પાંખોને રંગ.
એ પડ્યું છે રસ્તાની વચ્ચોવચ એની કમર ઉપર,
પગ ઉંચકાયા છે ‘V’ આકારની જેમ.
વિચિત્ર,
ટ્રકડ્રાઇવરોનું ધ્યાન પણ હમણાં જ પડ્યું.
અને તેઓ પૈડાનાં બોગદાંને વિસ્તારતા ગયા.
અંતે એક રાહદારી આવ્યો
અને એણે છેલ્લી લાત મારી.
આ બધું ભરબપોરે દિવસના અજવાળામાં
બાજુની સુથારની દુકાનમાંથી આવતા મશીનના અવાજોની વચ્ચે.
એટલામાં રાત પડી છે
હું માનું છું પક્ષી હજી ત્યાં જ છે,
ગટરની ધારને જકડીને પડેલું.
ભૂલી જવી જોઈએ એની અનેક વસ્તુઓની વચ્ચે
હું એની નોંધ લઉં છું.
(અનુ. વિપિન પરીખ)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
