Drishyapatti - Free-verse | RekhtaGujarati

દૃશ્યપટ્ટી

Drishyapatti

ટી. કાર્મી ટી. કાર્મી
દૃશ્યપટ્ટી
ટી. કાર્મી

(૧)

લીલી નદીની ઉપર એક સફેદ પક્ષી, બે

પછી ત્રણ.

એક તારનો થાંબલો; બે,

ત્રણ ઝાડીઓ.

એથી વધુ (છાપરાં,

વાદળ, ઘાસના તરણાં)

ટ્રેનમાંથી ગણવા મુશ્કેલ પડે છે,

એટલે હું એમના વિશે ચૂપ રહીશ.

ખરેખર તો હું માનું છું

હું એક પંખીની નોંધ લઈશ.

કદાચ એની પાંખોની જ.

(૨)

ભૂરાં કપડાં પહેરીને વૃક્ષની ટોચ ઉપર ઊભો હતો, વ્હેરતાં.

અચાનક એનો ચ્હેરો તરડાયો.

એનું શરીર વૃક્ષની ડાળીની જેમ મરડાયું.

એના હાથ હવાથી ભરાયા.

અને નીચે પટકાયો.

ટ્રેનની બારીમાંથી

મેં બધું જોયું

લીલા મેદાન પછી

અને અશ્વદળ પહેલાં.

હું માત્ર એના પડવાની નોંધ લઉં છું.

મેં ચીસ સાંભળી નહોતી.

(અનુ. વિપિન પરીખ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ