બીજું કશું જ કરવાનું શેષ નથી રહેતું
Biju Kashu J Karvanu Shesh Nathi Rahetu
મીરોસ્લાવ હોલુબ
Miroslav Holub
બીજું કશું જ કરવાનું શેષ નથી રહેતું
Biju Kashu J Karvanu Shesh Nathi Rahetu
મીરોસ્લાવ હોલુબ
Miroslav Holub
મીરોસ્લાવ હોલુબ
Miroslav Holub
બીજું કશું જ કરવાનું શેષ નથી રહેતું
ત્યારે પણ કવિતા ઉદ્ભવે છે. અવ્યવસ્થા વધુ
સમય જિરવાતી નથી, ત્યારે કવિતા એ વ્યવસ્થા
સર્જવાનો અંતિમ પ્રયત્ન છે.
સ્વાતંત્ર્ય, વિટામિન સી, પ્રત્યાયન, કાયદો
અને હાયપરટેન્શન થેરપી જીવન માટે જેમ
ખાસ જરૂરી છે, તેમ અગત્યના છે કવિતાના
સ્રષ્ટાઓ પણ.
જોકે કલાકાર બનવું એટલે નિષ્ફળતા, અને
કલા એટલે નિષ્ફળતા પ્રત્યે નિષ્ઠા. સેમ્યુઅલ
બૅકેટ કહે છે તેમ –
કવિતા, એ માનવપ્રવૃત્તિનો અંત નથી,
પરન્તુ એનું આદિ સ્તોત્ર છે.
(અનુ. માલા કાપડિયા)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
