Aprilma - Free-verse | RekhtaGujarati

એપ્રિલમાં (કાલ્ડર વૅલીની એક ભૂચિત્રણ)

Aprilma

ટેડ હ્યુઝ ટેડ હ્યુઝ
એપ્રિલમાં (કાલ્ડર વૅલીની એક ભૂચિત્રણ)
ટેડ હ્યુઝ

કાળી શિલા

ભૂરાં સ્નિગ્ધ દૂધને સ્રવી રહી છે.

શાંતિનું સરિસૃપ.

હજારો વર્ષની તેની વય છે,

પ્રાગ્ ઐતિહાસિક એના સ્કંધ છે,

ઝૂલતી એની દૂંદ છે.

હિમપ્રવાહમાંથી બહાર આવ્યું છે,

હવે ખુલ્લામાં તડકો ખવડાવી રહ્યું છે

એનાં વિશાળ હાડને અને ચોતરફ ખુલ્લી ત્વચાને.

પોતાના ઘા રૂઝવતું ને રમ્ય બનતું,

માઈલો સુધી પૂરું વિસ્તરીને પડ્યું છે

અર્ધ-નિમીલિત નયને,

શાંત, બિલાડીની એક ઍક્સ્ટસીમાં

(અનુ. અનિલા દલાલ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ