Aanand No Madhyantar - Free-verse | RekhtaGujarati

આનંદનો મધ્યાન્તર

Aanand No Madhyantar

દિનોસ કિસ્ત્યાનોપુલોસ દિનોસ કિસ્ત્યાનોપુલોસ
આનંદનો મધ્યાન્તર
દિનોસ કિસ્ત્યાનોપુલોસ

હું કહ્યાં કરતો’તો કે પ્રેમ અને વાસના વિશે લખવાનું હું બંધ કરીશ

અને લખીશ મારા પાડોશીઓના દુઃખો વિશે

ત્યાં હું તને મળ્યો અને સાવ મૂંઝવણમાં મુકાયો

અને મારા બધા નિર્ણયો હવામાં ઊડી ગયા.

હવે તું જો હું ક્યાં બેસીને ફરી પાછાં ગીતો લખું છું

બળ્યા કરું છું તારી કંઈક લીલી આંખો માટે

તરસું છું તારી મીઠ્ઠી લાળ

સ્મરું છું આપણે એક દિવસ વગડે ફરવા ગયા હતા તે

જ્યારે મચ્છરો આપણો અદ્વિતીય પ્રેમ જોઈને

વ્યાકુળ થઈને આપણને કરડ્યાં હતાં

અને કાંટાઓ આપણી લાપરવાહી જોઈ

શરીરમાં ખૂંપી ગયા હતા

તો આનંદનો મધ્યાન્તર હતો

કરી શકો તો દુઃખીઓ, મને માફ કરજો

મેં હજી એટલું દુઃખ ભોગવ્યું નથી

કે મારા પાડોશીનું દુઃખ મને સ્પર્શી શકે.

(અનુ. પ્રાપ્તિ કાનાણી)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ