ઊંદરમામા
uundarmaamaa
મહેબૂબ અ. સૈયદ
Maheboob A. Saiyad

ઊંદરમામા ઊંદરમામા
ચૂં ચૂં બોલે ઊંદરમામા.
લાંબી લાંબી મૂંછો રૂડી
મરદ મુછાળા ઊંદરમામા.
બિલ્લી ભાળી ભાગી જાતા
દરમાં ઊંડે જઈ સંતાઈ જાતા.
ચૂંચા ચૂંચા ગીતો ગાતા
નખરાળા કેવા ઊંદરમામા
આંખો કેવી ગોળ રૂપાળી
પૂંછડી પાતળી કેવી કાળી
દાંત ઝગમગ થાતા નાના
ખિલખિલ હસતા ઊંદરમામા
જ્યાં રહે ત્યાં નુકસાન કરે
જ્યાં રાત પડે તોફાન કરે
તાતા થૈયા નાચે મામા
જબરાળા કેવા ઊંદરમામા.
ઊંદરમામા ઊંદરમામા
રહો છાનામાના ઊંદરમામા.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યસંપદા
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)