Patangiaa Ne - Children Poem | RekhtaGujarati

દીપક બુઝાવા જા, પતંગીઆ

દીપક બુઝાવા જા

તેજસનો દ્વેષી થા, પતંગીઆ

દીપક બુઝાવા જા

જ્યોતિર્ધર પૂર્વજ છે દીપનો દીવાકર

તું તો તિમિરની પ્રજા, પતંગીઆ

દીપક બુઝાવા જા.

આંખો અંજાય તો દૂર રહે ઉડતો

એના પ્રકાશમાં જા, પતંગીઆ

દીપક બુઝાવા જા.

તું તારી પાંખના ઝાંખા ચમકાટથી

અમથો ઉછાંછળો થા, પતંગીઆ

દીપક બુઝાવા જા.

જ્વાળામાં ઝંપલાઈ શાને તું જીવડા!

જીવનની હારે મજા, પતંગીઆ

દીપક બુઝાવા જા.

સ્રોત

  • પુસ્તક : શારદા : ફેબ્રુઆરી, 1935 (પૃષ્ઠ ક્રમાંક 922)
  • સંપાદક : ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા
  • પ્રકાશક : શારદા કાર્યાલય, વડોદરા