haathiibhaaiinii charbii - Children Poem | RekhtaGujarati

હાથીભાઈની ચરબી

haathiibhaaiinii charbii

સંજય બાપોદરિયા ‘સંગી’ સંજય બાપોદરિયા ‘સંગી’
હાથીભાઈની ચરબી
સંજય બાપોદરિયા ‘સંગી’

દિલમાં દુઃખતાં હાથીભાઈ તો દોડ્યા દવાખાને,

રિપોર્ટ દેખી ડૉક્ટર કહે : વાત ધરજો કાને.

થોડી થોડી જામી ગઈ છે લોહી ભેળી ચરબી,

કસરત કરવી, ચરબીવાળું કાંઈ લેવું ધરબી.

લખી આપું એક ટૅબ્લેટ મહિનો રાતે ગળવી,

રિપોર્ટ આવે જો નોર્મલ તો દવા કરીશું હળવી.

ચરબી ઓછી કરવા હાથી સાઇકલ રોજ ચલાવે,

સવાર સાંજે સસલા સંગે તો હોડ લગાવે.

કરે પુલ-અપ્સ વડલા ડાળે, વડલો આખો નમતો,

વધે ચરબી, ધ્યાન રાખતો, ઝાડ-પાન બસ જમતો.

મહિનો પૂરો થાતાં હાથી ગયો ડૉક્ટર પાસે,

રિપોર્ટ દેખી ડૉક્ટર કહે : કસરતથી ચરબી નાસે.

સ્રોત

  • પુસ્તક : પરબ : એપ્રિલ ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ભરત મહેતા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ